Posts

Showing posts from October, 2021

Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

be happy (ખુશ રહો)

Image
આજકાલની વ્યસ્ત જિંદગીમાં લોકો પોતાને જ ભૂલી જાય છે લોકો પોતાની ખુશીને છોડીને પૈસા કમાવવામાં લાગી જાય છે. અમુક લોકો પૈસા ખુશ રહેવા માટે કમાય છે પરંતુ પૈસા કમાવવામાં એટલા ખોવાઈ જાય છે કે એમને ખૂશ રહેવા માટે સમય જ નથી મળતો.  અમુક લોકો પાસે બધું જ હોય છે જેમ કે પૈસા ગાડી મોટું મકાન બધું જ હોય છે છતાં પણ એ વ્યક્તિ ખુશ નથી રહી શકતો કારણકે એ એવું વિચારતા હોય છે કે તેમની પાસે આ વસ્તુ  નથી જે તેનાથી વધુ અમીર લોકો પાસે હોય છે જેનાથી એ લોકો ખુશ નથી રહી શકતા. આ પરથી મને એક વાત યાદ આવી છે, એક વ્યકિત રોજ  પોતાના કામ માટે જતી અને બપોરે જમવા માટે ઘરે પાછો જતો. એ વ્યક્તિના રસ્તામાં રેલ્વે ટ્રેક ક્રોસ કરવાનું થતું રોજ એ વ્યક્તિ ત્યાંથી સવાર બપોર અને સાંજે પસાર થતો.  રેલ્વે ટ્રેકની આજુ બાજુના વિસ્તારમાં ઝૂપડપટ્ટી હતી તો ત્યાં ઝૂંપપટ્ટીના બાળકો રમતા હોય છે. ત્યાં રહેતા બાળકો પાસે ના તો પહેરવા માટે કપડાં હોય છે અને ના તો રમવા માટે સારા રમકડાં એટલા માટે બધા બાળકો ભેગા મળીને એક રમત રમતા હોય છે. રેલ્વે ટ્રેકની બાજુમાં રહેતા હોય એટલે બાળકો રોજ ટ્રેનને જોવે એટલે બાળકો એક રમત રમતા હતા. બધા બાળ...

Popular posts from this blog

Love

Respect