Posts

Showing posts from September, 2021

Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

વર્તમાનમાં જીવો (Live in present)

Image
   આપણે બધા વર્તમાનમાં જીવીએ છીએ, આવું આપણે બધા માનીએ છીએ. પરંતુ આપણે બધા કા તો ભવિષ્યમાં શું કરવું જોઈએ એના વિશે વિચારતા હોઈએ છીએ અને કા તો ભૂતકાળની યાદોમાં ખોવાયેલા રહીએ છીએ અને દુઃખી થતાં હોય છી. આપણે એવું વિચારતા હોય કે મારી સાથે કેમ આવું થયું મારો શું વાંક હતો કે મારી ક્યાં ભૂલ રય જતી હતી તો એમને આમ કર્યું મારી સાથે આવા વિચારો સતત આપણા મગજમાં ફરતા હોય છે. અને જો આપને ભૂતકાળની યાદો ને યાદ કરતા હોય તો જો કોઈ વ્યક્તિએ આપડા પ્રત્યે કઈ ખોટુ કર્યુ હોય તો એના વિશે વિચારતા હોય કે ભવિષ્યમાં હું પણ આમ જ કરીશ તેમની સાથે. આપણે ભૂતકાળમાં જ નહીં પરંતુ ભવિષ્યના આયોજન એટલા ખોવાયેલા હોય છી કે આપણને ખબર જ નથી પડતી કે આપણે ખરેખર કેવી રીતે જીવીએ છીએ. આપણે ભવિષ્યના આયોજન પણ કરવા જોઈએ પરંતુ આપણે વર્તમાનમાં પણ જીવવું જોઈએ આપણા ઘણા બધી મુશ્કેલી દૂર થઈ જાય છે.  આપણી ઘરની આસપાસ ઘણી બધી ઘટનાઓ ઘટી રહી હોય છે તેને પણ માણો ના કે ભવિષ્યના વિચારોમાં એટલા ખોવાયેલા રહો કે આસપાસની વસ્તુઓનું ધ્યાન પણ ના રહે. બાર વરસાદ આવતો હોય તો અને માણો , બાર કોઈ સારું સંગીત વાગતું હોય તો અને સાંભળો, બાર બોવ સારો પવન...

પોતાના માટે સ્વાર્થી બનો ( Be selfish for yourself)

Image
  આપણને એવું શીખવવામાં આવે છે કે બીજાં લોકો માટે કઈ કરતા રહો. પહેલું મહત્વ બીજા લોકો ને આપો પછી પોતાના માટે વિચારો. સામાન્ય રીતે ભારતની સ્ત્રીઓને એવું શીખવવામાં આવે છે કે તમે પહેલું મહત્વ તમારા પરિવારના લોકોનું હોવું જોઈએ. હંમેશા આપણે લોકો બીજા વિશે j વિચારતા હોય છી કે સામે વાળા વ્યક્તીને આ વસ્તુ ગમશે કે નય આ બધી વસ્તુનું ધ્યાન રાખતા હોઇએ છીએ આ બધી બાબતો નું ધ્યાન રાખવું પણ જોઈએ. પરંતું, બધાના વિશે વિચારતા વિચારતા પોતાનું ધ્યાન રાખવાનું આપણે બધા સાવ ભૂલી જ જતા હોય છી.આપણે બધા જેટલું ધ્યાન આપણા પરિવારનું, મિત્રોનું, આપણી આસપાના લોકોનું રાખીએ છીએ એટલું જ ધ્યાન પોતાનું પણ રાખવું જોઈએ. ધ્યાન રાખવું એટલે કે પોતાની હેલથનું જ ધ્યાન રાખવાનું નથી. આપણે આપણી લાઈફ ઘણી બધી બાબતો જે આપણને  ખૂબ ગમતી હોય પરંતુ બીજા લોકોને નથી ગમતું એના માટે તમે નથી કરતા આવું નથી કરવાનુ. પોતાના માટે સ્વાર્થી બનતા પણ શીખો પોતાની જિંદગીમાં કઈક અલગ કરો જે તમને કરવું ગમે છે જે કરીને તમને ખુશી મળે છે. એટલે ઘણા લોકોને કોઈક ને મારવામાં ખુશી મળે છે તો આવું નથી કરવાનુ.  પોતાના માટે સમય કાઢતા પણ શીખો . બધા પોતાની ...

Popular posts from this blog

Love

Respect