Posts

Showing posts from November, 2022

Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Do not change for others

Image
આપણને બધાને એક જ જિંદગી મળે છે બરોબરને, કોઈ એવું છે કે એમને બે જિંદગીઓ મળી હોઈ? એવું હોતું જ નથી. જિંદગી તો બધા પાસે હંમેશા એક જ હોઈ છે. હા, કોઈ વ્યક્તિ અકસ્માતમાંથી બચી જાઈ તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે એમને બીજી જિંદગી મળી પણ, આમ કહેવા જઈએ તો એક જ જિંદગી છે એવું કહેવાય.  આપણી પાસે આપણી કોઈ ખૂબ જ ગમતી વસ્તુ હોય અને આપણને કોઈ એમ કહે કે આ વસ્તુ મને આપી છે તો આપણે આપી એ છીએ? આપણે નથી આપણે નથી આપતા કારણકે આપણને એ વસ્તુ ખૂબ જ ગમે છે. આપણને ગમતી વસ્તુ આપણે કોઈ વ્યક્તિ ને નથી આપતા તો આપણે આપણી જિંદગી કેમ કોઈ ને આપી શકીએ. જિંદગી આપવી એટલે કે આપણે કોઈ બીજા વ્યક્તિ માટે આપણે બદલાઈ જતાં હોઈ છીએ. શા માટે? કારણકે એ વ્યક્તિને તમે જેવા છો એવા નથી ગમતા એટલે ? શું એ વ્યક્તિ તમારા માટે પોતાનામાં બદલાવ કરવા માટે તૈયાર છે? કોઈ વ્યક્તિ કોઈ બીજા માટે પોતાનામાં બદલાવ કરવા માટે તૈયાર હોતું નથી. આપણને જ એમ થાય છે કે હું એમના માટે કંઈ પણ કરી શકું. હું એમના માટે મને ખુદને પણ બદલવા માટે તૈયાર છું. શા માટે તમારે તમે જેવા છો એવું રહેવું નથી અને બીજા માટે બદલવું છે? અને જો તમે ખરેખર પોતાના માટે બદલવા માંગતા હો...

Popular posts from this blog

Love

Respect