Posts

Showing posts from October, 2022

Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Ways to be Patience in relationship

Image
કોઈ પણ સંબંધમાં જ્યાં સુધી ધીરજ હોઈ ત્યાં સુધી બધું ઠીક ચાલે છે. ધીરજ એ એક એવી વસ્તુ છે કે ધીરજ રાખો એ કહેવું સહેલું છે પણ ધીરજ રાખવી ખૂબ મુશ્કેલ છે. સંબંધોમાં ધીરજ રાખવાની રીતો... એકબીજાની ખામીઓ સ્વીકારો. કોઈ પણ વ્યક્તિ હોઈ એ પોતાની ખામીઓને પણ સ્વીકારી નથી શકતો તો પોતાના સાથીની ખામીઓ કેવી રીતે સ્વીકારે. કોઈ પણ સંબંધ હોય સામેવાળા વ્યક્તિને તની ખામી સાથે સ્વીકારવી જોઇએ કારણકે ખામી તો દરેક વ્યક્તિમાં હોઈ છે. બંનેએ એકબીજાને એકબીજાની ખામીઓ સાથે સ્વીકારવા જોઇએ. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. આ વાક્યને સમજવા માટે લિંક પર ક્લિક કરો અને આખો બ્લૉગ વાચો..... https://mythoughtsonword.blogspot.com/2021/12/no-one-is-perfect.html સારી રીતે વાતચીત.  કોઈ પણ સંબંધમાં વાતચીત ખૂબ જરૂરી હોઈ છે. વાતચીત વગર કોઈ સંબંધ ટકી સકતો નથી. ભલે એ સંબંધ પતિ પત્નીનો હોઈ, ભાઈ બહેનનો હોઈ, બે મિત્રો વચ્ચેનો હોઈ કે પછી પડિશીનો હોઈ. પણ સંબંધને સારી રીતે ચલાવવા માટે સારી રીતે વાત કરવી પણ જરૂરી છે. સારી રીતે અને શતી પૂર્વક જેથી સામે વળી વ્યક્તિ સાંભળી પણ શકે અને સમજી પણ શકે.   સામેવાળી વ્યક્તિની જગ્યાએ પોતાને રાખીને વસ્...

be patience

Image
Part - 1 ધીરજ શું છે? ધીરજ એ શાંત સ્વીકૃતિ છે કે વસ્તુઓ તમારા મનમાં હોય તેના કરતા અલગ ક્રમમાં થઈ શકે છે.   ધીરજ, આ શબ્દ ખાલી આપણે સાંભળીએ જ છીએ પણ આપણે ક્યારેય ધીરજ રાખી શકતા નથી. ખાસ કરીને આપણી પેઢી એટલે કે 15 થી 25 વર્ષના યુવાનોમાં તો ધીરજ ખૂબ ઓછા લોકોમાં હોય છે. આપણે ઘણી બધી વખત ધીરજના ફળ મીઠા હોય એવું સંભાળતા હોઈ છી પરંતુ આપણે ધીરજ રાખી શકતા નથી. આપણને બધું તૈયાર અને ખૂબ જલ્દીથી મળી જાય એવું જોઈ છી. કોઈ પણ વસ્તુ હોઈ એ જ્યારે જલ્દીથી અને કોઈ પણ જાતની મહેનત વગર મળી જાય એ વસ્તુ લાંબો ટાઈમ રહેતી નથી.  ધીરજ રાખવી અઘરી છે એ  મને ખબર છે પણ અશક્ય તો નથી જ ને. ઘણી વખત આપણે કોઈ પણ નિર્ણય લેવો હોય ત્યારે આપણે ખૂબ ઝડપથી લઈ લઈએ છીએ આપણે વિચારતા નથી કે ભવિષ્યમાં આ નિર્ણયને કારણે શું અસર થશે એના વિશે નથી વિચારતા. ખાસ કરીને જ્યારે  કોઈ વ્યક્તિ આપણી સાથે કોઈ પણ સંબંધમાં કંઈ ખોટું કરે ત્યારે આપણે ખૂબ જલ્દી નિર્ણય લઈ લઈએ છીએ. અને આપણે એવું વિચારીએ આપણે જલ્દી બદલો લઈ લઈએ, જલ્દી એ વ્યક્તિને બતાવી દઈએ કે હું જ કંઇક છું. આપણને ખૂબ જ ઉતાવળ હોઈ છે સામેવાળી વ્યક્તિને નીચા બતાવવાની અન...

Spend time with yourself

Image
 હું જાણું છુ કે આપણે બધા આપણા જીવનમાં આપણા રોજબરોજના કામમાં ખૂબ જ વ્યસ્ત હોઈએ છીએ. આપણી પાસે સમય ગમે તેટલો હોય છતાં પણ ઓછો જ પડે છે. અને આવું પણ થાય કે કદાચ આપણે આપણી પ્રતિષ્ઠા બનાવવામાં એટલા વ્યસ્ત થઈ જતાં હોઈએ છીએ કે આપણી પાસે આપણા પરિવાર સાથે થોડી વાર વાત કરવાનો પણ સમય નથી હોતો. પરિવારની વાત તો દૂર રહી પરંતુ તમારી પાસે તો તમારા ખુદના માટે પણ સમય નથી હોતો. તમને યાદ છે કે તમે છેલ્લે ક્યારે એકલા બેસીને તમારા ખુદના વિશે વિચાર્યું હોય. તમે એકલા બેસીને વિચારતાં હશો પણ એવું કે આજ મારે આ કામ કરવાનુ છે, આ કામ માટે બાકી રહી ગયું, મારે આ વસ્તુ હજુ લેવાની છે વગેરે. આપણે હંમેશા ભવિષ્ય વિશે વિચારીએ છીએ અને ભૂતકાળ વિશે.  આપણે આપણા વિશે ક્યારેય વિચારતા જ નથી કે મારા મગજમાં શું ચાલી રહ્યું છે? આ વસ્તું મારા માનસિક સ્વાસ્થ્યને શું નુકસાન પહોંચાડશે.  આપણે ઘણી વખત ખૂબ દુખી હોઈએ છીએ પરંતુ આપણને જ નથી ખબર હોતી કે આપણે દુઃખી શા માટે છીએ. આપણે દુખી એટલા માટે હોઈએ છીએ કારણકે આપણાં મનમાં ઘણું બધુ ચાલી રહ્યું હોય છે અને આપણે કોઈને કહી પણ નથી શકતા અને આપણે ખુદ પણ સમજી નથી શકતા.  તમે ક્યારેય...

Toxic Relationship

Image
  Toxic એટલે કે હાનિકારક (નુશાનકારક)... હકીકતમાં આપણે ઘણી વખત એવા સંબંધોમાં હોય છી કે જે આપણને નુકશાન પહોંચાડે છે. પરંતુ આપણે એ સંબંધ સાથે એટલા જોડાયેલા હોય છીએ કે આપણે સમજી જ નથી શકતા કે આ સંબંધ કે આ વ્યક્તિ તમને એટલે કે તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે.  તમારા મગજ પર આનો સીધો અસર થાય છે. છતાં પણ આપણી અપેક્ષાઓ અને આપણી લાગણીઓ આપણને આ સંબંધમાંથી બહાર નીકળવા નથી દેતી. સંબંધ એટલે આવું નહિ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, પતિ પત્ની પરંતુ સંબંધ એટલે કોઈ પણ જાતનો સબંધ જેમ કે ભાઈ બહેનનો, મિત્રોનો કોઈ પણ સંબંધ હોય શકે.  જ્યારે આપણે ભાવનાત્મક રીતે કોઈ વ્યક્તિ જોડે જોડે જઈએ છીએ ત્યારે આપણને સામેવાળી વ્યક્તિ કંઈ પણ કર્યું હોય, એ વ્યક્તિ તમારામાં ભૂલો જ કાઢતું હોય છતાં પણ તમને એ સંબંધ તમને સરો જ લાગે છે અને તમ અને છોડવા તૈયાર નથી થતા. આપણે આવા સંબંધને કેવી રીતે ઓળખી શકીએ એ જાણીએ... 1. સામેવાળી વ્યક્તિ હંમેશા તમારા ભૂતકાળને યાદ કરીને તમને નીચા બતાવે છે અને તમને જજ કરે છે. સામેવાળી વ્યક્તિને તમારા પ્રેમ કરતા તમારી ભૂલો અને તમારું ભૂતકાળ વધારે દેખાય છે. એ તમને વારંવાર યાદ કરાવે છે કે તમે ભૂતકા...

Judge less love more

Image
  આપણે બધા જાણીએ છીએ કે આ સમગ્ર વિશ્વમા કોઈ એવી વ્યક્તિ નથી કે એ સંપૂર્ણ રીતે સાચી હોય કે એ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારની કોઈ ભૂલ જ ના હોય અને કોઈ વ્યક્તિ ભૂલ ના કરે એવી પણ નથી હોતી.  આપણે હંમેશા લોકોને જજ કરતા હોય, ક્યારેય આપણે એવું નથી વિચારતા કે આપણે સાચું કરીએ છીએ કે ખોટું.  આપણા સમાજમાં તો કોઈ છોકરી કોઈ છોકરા સાથે હસીને વાત પણ કરી લ્યે તો આપણ  એ છોકરીના ચરિત્રનો પણ ન્યાય કરી લઈએ છીએ કે એ છોકરી તો આવી છે અને એનામાં તો કંઈ સંસ્કાર જ નથી. સમાજમાં તો ઠીક પણ આપણે સંબંધોમાં પણ આપણા સાથીને જજ કરી લઈએ છીએ. કોઈ પણ સંબંધ વિશ્વાસ અને પ્રેમ પર ટકેલો હોય છે પરંતુ આપણે આપના સાથીને જેટલો પ્રેમ કરીએ છીએ એના કરતાં વધુ આપણે એને જજ કરીએ છીએ. એમની ભૂલોને સ્વીકારવાના બદલે આપણે એમને જજ કરીએ છીએ કે તું તો સાવ ચરિત્રહીન છો.  શું તમે ક્યારેય કોઈ ભૂલ કરતા જ નથી? તમારા સાથી ને પોતાની ભૂલ સુધારવાનો એક મોકો તો આપો. એમણે પોતાની ભૂલને રજૂ તો કરવા દયો. આપણે કોઈ પણ વસ્તુ જોઈ નથી અને આપણે આપણાં મનના વિચારો અનુસાર એમને ન્યાય આપી દઈએ છીએ કે આમ જ છે. આપણે ક્યારેય કોઈ વ્યક્તિ ને પોતાની જાતને રજૂ ક...

Popular posts from this blog

Love

Respect