Posts

Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Do not change for others

Image
આપણને બધાને એક જ જિંદગી મળે છે બરોબરને, કોઈ એવું છે કે એમને બે જિંદગીઓ મળી હોઈ? એવું હોતું જ નથી. જિંદગી તો બધા પાસે હંમેશા એક જ હોઈ છે. હા, કોઈ વ્યક્તિ અકસ્માતમાંથી બચી જાઈ તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે એમને બીજી જિંદગી મળી પણ, આમ કહેવા જઈએ તો એક જ જિંદગી છે એવું કહેવાય.  આપણી પાસે આપણી કોઈ ખૂબ જ ગમતી વસ્તુ હોય અને આપણને કોઈ એમ કહે કે આ વસ્તુ મને આપી છે તો આપણે આપી એ છીએ? આપણે નથી આપણે નથી આપતા કારણકે આપણને એ વસ્તુ ખૂબ જ ગમે છે. આપણને ગમતી વસ્તુ આપણે કોઈ વ્યક્તિ ને નથી આપતા તો આપણે આપણી જિંદગી કેમ કોઈ ને આપી શકીએ. જિંદગી આપવી એટલે કે આપણે કોઈ બીજા વ્યક્તિ માટે આપણે બદલાઈ જતાં હોઈ છીએ. શા માટે? કારણકે એ વ્યક્તિને તમે જેવા છો એવા નથી ગમતા એટલે ? શું એ વ્યક્તિ તમારા માટે પોતાનામાં બદલાવ કરવા માટે તૈયાર છે? કોઈ વ્યક્તિ કોઈ બીજા માટે પોતાનામાં બદલાવ કરવા માટે તૈયાર હોતું નથી. આપણને જ એમ થાય છે કે હું એમના માટે કંઈ પણ કરી શકું. હું એમના માટે મને ખુદને પણ બદલવા માટે તૈયાર છું. શા માટે તમારે તમે જેવા છો એવું રહેવું નથી અને બીજા માટે બદલવું છે? અને જો તમે ખરેખર પોતાના માટે બદલવા માંગતા હો...

Ways to be Patience in relationship

Image
કોઈ પણ સંબંધમાં જ્યાં સુધી ધીરજ હોઈ ત્યાં સુધી બધું ઠીક ચાલે છે. ધીરજ એ એક એવી વસ્તુ છે કે ધીરજ રાખો એ કહેવું સહેલું છે પણ ધીરજ રાખવી ખૂબ મુશ્કેલ છે. સંબંધોમાં ધીરજ રાખવાની રીતો... એકબીજાની ખામીઓ સ્વીકારો. કોઈ પણ વ્યક્તિ હોઈ એ પોતાની ખામીઓને પણ સ્વીકારી નથી શકતો તો પોતાના સાથીની ખામીઓ કેવી રીતે સ્વીકારે. કોઈ પણ સંબંધ હોય સામેવાળા વ્યક્તિને તની ખામી સાથે સ્વીકારવી જોઇએ કારણકે ખામી તો દરેક વ્યક્તિમાં હોઈ છે. બંનેએ એકબીજાને એકબીજાની ખામીઓ સાથે સ્વીકારવા જોઇએ. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. આ વાક્યને સમજવા માટે લિંક પર ક્લિક કરો અને આખો બ્લૉગ વાચો..... https://mythoughtsonword.blogspot.com/2021/12/no-one-is-perfect.html સારી રીતે વાતચીત.  કોઈ પણ સંબંધમાં વાતચીત ખૂબ જરૂરી હોઈ છે. વાતચીત વગર કોઈ સંબંધ ટકી સકતો નથી. ભલે એ સંબંધ પતિ પત્નીનો હોઈ, ભાઈ બહેનનો હોઈ, બે મિત્રો વચ્ચેનો હોઈ કે પછી પડિશીનો હોઈ. પણ સંબંધને સારી રીતે ચલાવવા માટે સારી રીતે વાત કરવી પણ જરૂરી છે. સારી રીતે અને શતી પૂર્વક જેથી સામે વળી વ્યક્તિ સાંભળી પણ શકે અને સમજી પણ શકે.   સામેવાળી વ્યક્તિની જગ્યાએ પોતાને રાખીને વસ્...

be patience

Image
Part - 1 ધીરજ શું છે? ધીરજ એ શાંત સ્વીકૃતિ છે કે વસ્તુઓ તમારા મનમાં હોય તેના કરતા અલગ ક્રમમાં થઈ શકે છે.   ધીરજ, આ શબ્દ ખાલી આપણે સાંભળીએ જ છીએ પણ આપણે ક્યારેય ધીરજ રાખી શકતા નથી. ખાસ કરીને આપણી પેઢી એટલે કે 15 થી 25 વર્ષના યુવાનોમાં તો ધીરજ ખૂબ ઓછા લોકોમાં હોય છે. આપણે ઘણી બધી વખત ધીરજના ફળ મીઠા હોય એવું સંભાળતા હોઈ છી પરંતુ આપણે ધીરજ રાખી શકતા નથી. આપણને બધું તૈયાર અને ખૂબ જલ્દીથી મળી જાય એવું જોઈ છી. કોઈ પણ વસ્તુ હોઈ એ જ્યારે જલ્દીથી અને કોઈ પણ જાતની મહેનત વગર મળી જાય એ વસ્તુ લાંબો ટાઈમ રહેતી નથી.  ધીરજ રાખવી અઘરી છે એ  મને ખબર છે પણ અશક્ય તો નથી જ ને. ઘણી વખત આપણે કોઈ પણ નિર્ણય લેવો હોય ત્યારે આપણે ખૂબ ઝડપથી લઈ લઈએ છીએ આપણે વિચારતા નથી કે ભવિષ્યમાં આ નિર્ણયને કારણે શું અસર થશે એના વિશે નથી વિચારતા. ખાસ કરીને જ્યારે  કોઈ વ્યક્તિ આપણી સાથે કોઈ પણ સંબંધમાં કંઈ ખોટું કરે ત્યારે આપણે ખૂબ જલ્દી નિર્ણય લઈ લઈએ છીએ. અને આપણે એવું વિચારીએ આપણે જલ્દી બદલો લઈ લઈએ, જલ્દી એ વ્યક્તિને બતાવી દઈએ કે હું જ કંઇક છું. આપણને ખૂબ જ ઉતાવળ હોઈ છે સામેવાળી વ્યક્તિને નીચા બતાવવાની અન...

Spend time with yourself

Image
 હું જાણું છુ કે આપણે બધા આપણા જીવનમાં આપણા રોજબરોજના કામમાં ખૂબ જ વ્યસ્ત હોઈએ છીએ. આપણી પાસે સમય ગમે તેટલો હોય છતાં પણ ઓછો જ પડે છે. અને આવું પણ થાય કે કદાચ આપણે આપણી પ્રતિષ્ઠા બનાવવામાં એટલા વ્યસ્ત થઈ જતાં હોઈએ છીએ કે આપણી પાસે આપણા પરિવાર સાથે થોડી વાર વાત કરવાનો પણ સમય નથી હોતો. પરિવારની વાત તો દૂર રહી પરંતુ તમારી પાસે તો તમારા ખુદના માટે પણ સમય નથી હોતો. તમને યાદ છે કે તમે છેલ્લે ક્યારે એકલા બેસીને તમારા ખુદના વિશે વિચાર્યું હોય. તમે એકલા બેસીને વિચારતાં હશો પણ એવું કે આજ મારે આ કામ કરવાનુ છે, આ કામ માટે બાકી રહી ગયું, મારે આ વસ્તુ હજુ લેવાની છે વગેરે. આપણે હંમેશા ભવિષ્ય વિશે વિચારીએ છીએ અને ભૂતકાળ વિશે.  આપણે આપણા વિશે ક્યારેય વિચારતા જ નથી કે મારા મગજમાં શું ચાલી રહ્યું છે? આ વસ્તું મારા માનસિક સ્વાસ્થ્યને શું નુકસાન પહોંચાડશે.  આપણે ઘણી વખત ખૂબ દુખી હોઈએ છીએ પરંતુ આપણને જ નથી ખબર હોતી કે આપણે દુઃખી શા માટે છીએ. આપણે દુખી એટલા માટે હોઈએ છીએ કારણકે આપણાં મનમાં ઘણું બધુ ચાલી રહ્યું હોય છે અને આપણે કોઈને કહી પણ નથી શકતા અને આપણે ખુદ પણ સમજી નથી શકતા.  તમે ક્યારેય...

Toxic Relationship

Image
  Toxic એટલે કે હાનિકારક (નુશાનકારક)... હકીકતમાં આપણે ઘણી વખત એવા સંબંધોમાં હોય છી કે જે આપણને નુકશાન પહોંચાડે છે. પરંતુ આપણે એ સંબંધ સાથે એટલા જોડાયેલા હોય છીએ કે આપણે સમજી જ નથી શકતા કે આ સંબંધ કે આ વ્યક્તિ તમને એટલે કે તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે.  તમારા મગજ પર આનો સીધો અસર થાય છે. છતાં પણ આપણી અપેક્ષાઓ અને આપણી લાગણીઓ આપણને આ સંબંધમાંથી બહાર નીકળવા નથી દેતી. સંબંધ એટલે આવું નહિ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, પતિ પત્ની પરંતુ સંબંધ એટલે કોઈ પણ જાતનો સબંધ જેમ કે ભાઈ બહેનનો, મિત્રોનો કોઈ પણ સંબંધ હોય શકે.  જ્યારે આપણે ભાવનાત્મક રીતે કોઈ વ્યક્તિ જોડે જોડે જઈએ છીએ ત્યારે આપણને સામેવાળી વ્યક્તિ કંઈ પણ કર્યું હોય, એ વ્યક્તિ તમારામાં ભૂલો જ કાઢતું હોય છતાં પણ તમને એ સંબંધ તમને સરો જ લાગે છે અને તમ અને છોડવા તૈયાર નથી થતા. આપણે આવા સંબંધને કેવી રીતે ઓળખી શકીએ એ જાણીએ... 1. સામેવાળી વ્યક્તિ હંમેશા તમારા ભૂતકાળને યાદ કરીને તમને નીચા બતાવે છે અને તમને જજ કરે છે. સામેવાળી વ્યક્તિને તમારા પ્રેમ કરતા તમારી ભૂલો અને તમારું ભૂતકાળ વધારે દેખાય છે. એ તમને વારંવાર યાદ કરાવે છે કે તમે ભૂતકા...

Judge less love more

Image
  આપણે બધા જાણીએ છીએ કે આ સમગ્ર વિશ્વમા કોઈ એવી વ્યક્તિ નથી કે એ સંપૂર્ણ રીતે સાચી હોય કે એ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારની કોઈ ભૂલ જ ના હોય અને કોઈ વ્યક્તિ ભૂલ ના કરે એવી પણ નથી હોતી.  આપણે હંમેશા લોકોને જજ કરતા હોય, ક્યારેય આપણે એવું નથી વિચારતા કે આપણે સાચું કરીએ છીએ કે ખોટું.  આપણા સમાજમાં તો કોઈ છોકરી કોઈ છોકરા સાથે હસીને વાત પણ કરી લ્યે તો આપણ  એ છોકરીના ચરિત્રનો પણ ન્યાય કરી લઈએ છીએ કે એ છોકરી તો આવી છે અને એનામાં તો કંઈ સંસ્કાર જ નથી. સમાજમાં તો ઠીક પણ આપણે સંબંધોમાં પણ આપણા સાથીને જજ કરી લઈએ છીએ. કોઈ પણ સંબંધ વિશ્વાસ અને પ્રેમ પર ટકેલો હોય છે પરંતુ આપણે આપના સાથીને જેટલો પ્રેમ કરીએ છીએ એના કરતાં વધુ આપણે એને જજ કરીએ છીએ. એમની ભૂલોને સ્વીકારવાના બદલે આપણે એમને જજ કરીએ છીએ કે તું તો સાવ ચરિત્રહીન છો.  શું તમે ક્યારેય કોઈ ભૂલ કરતા જ નથી? તમારા સાથી ને પોતાની ભૂલ સુધારવાનો એક મોકો તો આપો. એમણે પોતાની ભૂલને રજૂ તો કરવા દયો. આપણે કોઈ પણ વસ્તુ જોઈ નથી અને આપણે આપણાં મનના વિચારો અનુસાર એમને ન્યાય આપી દઈએ છીએ કે આમ જ છે. આપણે ક્યારેય કોઈ વ્યક્તિ ને પોતાની જાતને રજૂ ક...

Respect

Image
  Respect is...  Treat someone the way you and they want to be treated. No matter how small or small you give respect to any person, we should respect all persons, whether they are younger or older than us.  Everyone around the world deserves respect. And in relationships, respect is very important. Any relationship will not last long if there is no respect in that relationship.  Let's understand the word respect..   R -RESPONSE  When someone speaks to you, answer them politely and look them in the eye.   E - EXAMPLE  Respect yourself by being the best you can be. You never know who's watching, so make sure you're reflecting who you are.  S - SPEAK  Instead of crying, use words that will help you express your worries or frustrations.   P - PROPERTY  Take care of other people's things. If you use an item, make sure you return it in better condition than when you received it.   E - EARN  We appreciate more of what ...

Great leader Narendra Modi ji

Image
  Happy birthday Narendra Modi ji આપણા દેશના મહાન નેતા નરેન્દ્ર મોદીજીનો આજે જન્મદિવસ છે.  દુનિયાભર માં મોદીજી એક મહાન નેતા તરીકે ઓળખાય છે. એમણે ઘણા બધા એવા કામ કર્યા છે કે જે હજુ સુધી કોઈ પણ કરી સક્યું નથી.  કોઈ પણ જાતની મુશ્કેલી હોય એમણે ખૂબ સારી રીતે પોતાના નેતૃત્વ હેઠળ બધી બાબતો ધ્યાનમાં લીધી છે. મોદીજી એ ઘણા બધા એવા કામ પણ કર્યા છે કે જે કોઈ બીજા લોકો ના કરી શકે. જેમકે,  નોટબંધી કરીને કાળું નાણું જપ્ત કરવું,  બધા અલગ અલગ દેશોની મુલાકાત લઈ ને આપણા દેશની અ્થવ્યવસ્થાને કેવી રીતે સુધારવી એના વિશે જાણવું,  વિદેશી નીતિઓને ઝડપથી અમલમાં મૂકવી, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, કેટલી બધી એવી સુવિધાઓ અને નીતિઓ અમલમાં મૂકી છે જેના લીધે આજે આપણો દેશ આટલો બધો વિકાસ કરી રહ્યો છે.  એમનો એક સુવિચાર છે જે મને ખૂબ ગમે છે, "આપણે જીવનભર વિદ્યાર્થીઓ રહેવું જોઈએ. તમારે જીવનની દરેક ક્ષણમાંથી શીખવા માટે તૈયાર અને ઉત્સુક રહેવું જોઈએ." નરેન્દ્ર મોદીજી એ એક એવા નેતા છે કે જેનું સ્થાન કોઈ બીજા નેતા ના લઈ શકે. આવા મહાન નેતા આપણા દેશ પાસે છે એ આપણા માટે ખૂબજ ગૌરવની વાત કહેવાય. આપ...

Ways to Positive thinking

Image
તમને જે નથી જોઈતું તેના બદલે તમને શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો જ્યારે આપણે કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ ત્યારે આપણે જે ભૂલ કરીએ છીએ તે છે તેના બદલે હંમેશા તેના વિશે વિચારવું અને વાત કરવી  તેના બદલે આપણે શું જોઈએ છે તેના પર આપણી વિચારસરણી પર ધ્યાન કેન્દ્રિત કરવું. આપણી પાસે બધું હોવા છતાં આપણે કઈક ને કઈક મેળવવાની  ઈચ્છા રાખતા હોય છી. ઘણી વખત આપણે એમ કહેતા હોય છી કે આપણને આ ના ગમે ને તે ના ગમે પરંતુ આવું વિચારવાથી નકારાત્મક વિચારો આવે છે એટલે આપણે જે જોઈતું હોય એમના વિશે વિચારવું જોઈએ.  ઓળખો કે દરેક સમસ્યા એક પાઠ સાથે આવે છે:  જે થાય તે સારા માટે જ થતું હોય છે એટલે આપણી સાથે જે થાય છે તેમાંથી એક પાઠ શીખવા જેવો છે.  આપણે એક સારા વ્યક્તિ બની શકીએ છીએ - જ્યારે વસ્તુઓ ખોટી થઈ ગઈ હોય ત્યારે પણ. જ્યારે માણસ પોતાની ભૂલમાંથી પણ શીખ મેળવે ત્યારે માણસ ખૂબ સારો માણસ બની જાય છે.   તમે જે વિચારો છો તેના પર વિશ્વાસ ન કરો:   આપણે હંમેશા કંઇક ને કંઇક તો વિચારતા જ હોય છી આપણે ક્યારેય ખાલી એમજ નથી બેસી રહેતા. પરંતુ આપણે આપણા વિચારો પર ખૂબ જાજો...

Steps to Letting go of Painful Memories

Image
 દુઃખી કરતી યાદોથી મુક્તિ  મેળવવાની રીતો.  સ્વીકારો.  તમારે જે કંઈ પણ બન્યું તેનો સામનો કરવો જોઈએ અને સ્વીકારવું જોઈએ કે તે તમારા ભૂતકાળના અનુભવોનો એક ભાગ છે. દમન લાંબા ગાળાના ઉકેલ તરીકે કામ કરતું નથી. તે ફક્ત બેન્ડ સહાય હોઈ શકે છે જે અસ્થાયી રાહત લાવે છે. તમે જેના પર વિશ્વાસ કરો છો તેની સાથે વાત કરો અથવા તમારા જર્નલમાં તેના વિશે લખો. આગળ વધવા માટે તમારે જે બન્યું છે તે શેર કરવાની જરૂર છે.   જે બન્યું તેમાંથી તમે જે પાઠ શીખ્યા તેને ઓળખો.  હંમેશા એક પાઠ હોય છે તેથી તમે જે શીખ્યા તે શોધો. તે તેને વધુ સારું બનાવતું નથી, પરંતુ તે તેની શક્તિને ઘટાડે છે.   કાગળના ટુકડા પર પાઠ લખો  જ્યારે તમને દુઃખદાયક યાદો આવે ત્યારે તેને તમારી જાતને પુનરાવર્તિત કરો. ઉદાહરણ તરીકે, જો તમને દુરુપયોગથી ઈજા થઈ હોય, તો તમે કંઈક એવું લખી શકો છો:  " દુરુપયોગનો મારો અનુભવ નક્કી કરતું નથી કે હું કોણ છું. હું હવે એક મજબૂત વ્યક્તિ છું, અને તે મારું નસીબ નથી. હું પસંદ કરું છું. મારું પોતાનું ભવિષ્ય અને હું જે વ્યક્તિ બનીશ તે હું બનીશ."  આ મંત્રનું વારંવાર...

How to be a good partner

Image
 આપણે ઘણી વખત એવું સંભાળતા હોય છી કે મારો/મારી જીવનસાથી સારી નથી કે અમારી વચ્ચે સતત ઝગડા થાય છે. એવું નથી હોતું કે વાંક આપણા જીવનસાથીનો જ હોય આપણો પણ વાંક સરખો જ હોય. ગુજરાતીમાં એક કહેવત છે" એક હાથે તાળી ન પડે " એનો મતલબ એવો થાય કે કોઈ પણ વખત વાંક ખાલી એક જ વ્યક્તિનો નથી હોતો. આપણે એક સારા જીવનસાથી બનવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઇએ.  જેમકે, એક સારા સંભાળનાર બનો. એક સારા જીવનસાથી બનવા માટે પહેલા આપણે એક સારા સંભાળનાર બનવું જોઈએ. કારણકે આપણે આપણા જીવનસાથીની દરેક વાત સાંભળીને નિણર્ય લેવાના હોય છે. આપણે ધીરજથી દરેક વાત સાંભળવી જોઈએ. તમારા માટે સમય કાઢો. આપણે આપણા જીવનસાથી માટે સમય કાઢવાની વાત તો પછીની છે પહેલાતો આપણે આપણા માટે સમય કાઢતા શીખવું જોઈએ. જ્યારે આપણે આપણી જાતને સમય આપશું ત્યારે આપણે આપણી જાતને સમજી શકીશું. અને પછી આપણે કોઈ બીજા વ્યક્તિને સમજી શકીએ. એક સારા જીવનસાથી બનવા માટે આપણે આપણા માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે.  પહેલા તમારી જાતને પ્રેમ કરો. આપણે હંમેશા પહેલા પોતાને જ રાખવા જોઇએ એવું મારું માનવું છે તો પહેલા આપણે આપણી જાતને પ્રેમ કરવો જોઇએ પછી કોઈ અન્ય વ્યક્તિને આપણ...

Learning to love yourself

Image
  પોતાની જાતને પ્રેમ કરતા શીખો. જ્યાં સુધી તમે તમારી જાતને પ્રેમ નહિ કરો ત્યાં સુધી તમે અન્ય કોઇને પ્રેમ નહિ જ કરી શકો.  અન્ય લોકો સાથે દયા અને આદર સાથે વર્તો.  અન્ય લોકોના જીવનમાં આનંદ લાવવાનું પસંદ કરવાથી તમારી ખુશી અને આત્મસન્માન વધશે. ઉપરાંત, ઘણીવાર જ્યારે આપણે અન્ય લોકો સાથે સારી રીતે વર્તીએ છીએ, ત્યારે તેઓ પણ આપણી સાથે એ જ રીતે વર્તે છે.   ભૂતકાળમાં જે બન્યું હતું તેને છોડી દેવાનું શીખો. તમે નવી શરૂઆત અને નવી શરૂઆત માટે લાયક છો. આપણે બધાએ ગડબડ કરી છે અને ખરાબ વસ્તુઓનો અનુભવ કર્યો છે. તેથી આ યાદોને તમારું ભવિષ્ય છીનવી લેવા દો નહીં. તમે માત્ર એક ઉત્પાદન અને તમારા ભૂતકાળના શિકાર નથી. કોઈપણ નકારાત્મક લાગણીઓને સ્વીકારો અને કાર્ય કરો - પછી તેને તમારી પાછળ મૂકો અને ફરીથી જીવવાનું શરૂ કરો.   તમારી જાતને માફ કરવા પર કામ કરો. બિંદુ 2 થી સંબંધિત, ભૂતકાળની નિષ્ફળતાઓ અને પસ્તાવો માટે પોતાને શિક્ષા ન કરો. તેના બદલે, તેમને એક પાઠ તરીકે જુઓ, અને શીખવાની અને વધવાની તક તરીકે જુઓ. તમારી જાતને ઉપહાસ, નીચ કે અવમૂલ્યન ન કરો. તે ત્યારે હતું - આ હવે છે ... તમે...

Mistake

Image
  હંમેશા યાદ રાખો કે તમે જીવનમાં ભૂલો કરવા જઈ રહ્યા છો. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી, અને દરેક જણ તમે કહ્યા, બોલેલા અથવા લખેલા કેટલાક નિર્ણયો સાથે સંમત થતા નથી. હું એમ નથી કહેતો કે આ મેં કરેલી બધી ભૂલોને વાજબી ઠેરવે છે. એવા નિર્ણયો અને શબ્દો છે જે હજી પણ મને રોજ રાત્રે ત્રાસ આપે છે અને ટોણો મારતા હોય છે   તેઓ કરે છે. હું જે શીખ્યો છું તે એ છે કે આમાંથી કેટલાક નિર્ણયો લીધેલા છે - તે જીવનમાં ગંભીર ફેરફારો તરફ દોરી શકે છે. મિત્ર ગુમાવવો, જીવનના માર્ગમાં ફેરફાર અથવા ક્યારેક રસ્તામાં કાંટો. જે થઈ ગયું છે તેના માટે તમારી જાતને મારશો નહીં.  ભૂલોમાંથી શીખો અને શીખો કે તમે પહેલા કરતા વધુ સારા વ્યક્તિ કેવી રીતે બની શકો. દરેક જણ નથી તમારા નિર્ણયો, તમારી ક્રિયાઓ અથવા તમારા શબ્દો સાથે સંમત થવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે ખેલાડી અને દર્શક હોવ ત્યારે તે ખૂબ જ અલગ હોય છે. તે ખરેખર છે. એક દર્શક તરીકે, અમે વિચારીએ છીએ અથવા અમે વિચારીએ છીએ કે અમે બધું જાણીએ છીએ.  અમે ચાલની અપેક્ષા રાખીએ છીએ, અમે પરિસ્થિતિ વિશેના અમારા મંતવ્યો પર મજબૂત અને દિમાગ ધરાવીએ છીએ. અને કેટલીકવાર આપણે ભૂલી જઈએ છી...

Brother and sister ( ભાઈ બહેન)

Image
ભાઈ બહેન આ સાંભળતા જ પોતાના ભાઈ કે બહેન યાદ આવી જાય. આ એક એવો સંબંધ છે કે જ્યાં કોઈ પણ પ્રકારની અપેક્ષા હોતી નથી. કહેવાય છે ને કે ભાઈ બહેનનો પ્રેમ એટલે સ્વાર્થ વગરનો પ્રેમ કે જ્યાં પ્રેમ તો ખૂબ હોય છે પણ સ્વાર્થ નામની વસ્તુ હોતી નથી. ભાઈનું નામ પડે એટલે તરત જ મોઢા પર સ્માઇલ આવી જાય છે. ભાઈ બહેન સંબંધ જ કઈક અલગ હોય છે.બહેન અને ભાઈની મિત્રતા એ બે હૃદય વચ્ચેનું મેઘધનુષ્ય છે જે સાત રંગો વહેંચે છે: લાગણીઓ, પ્રેમ, ઉદાસી, સુખ, સત્ય, વિશ્વાસ, રહસ્યો અને આદર. ભાઈ બહેન સાથેનું બોન્ડ એક અલગ પ્રકારનું છે. તે પ્રેમ, સ્નેહ અને મિત્રતાનો સમન્વય છે. આપણને ખબર હોય છે  કે કોઈ પણ કામ હસે કે મુુશ્કેલી હશે તો મારો ભાઈ કે મારી બહેન હંમેશા મારી સાથે હસે જ, અને એ વાત સાચી પણ છે એક ભાઈ પોતાની બહેનને ક્યારેય તકલીફમાં જોઈ શકતો નથી અને બહેન પણ ભાઈ ને પરેશાન જોઈ શકતી નથી. ભાઈ બહેન બિલાડી અને કૂતરાની જેમ લડે છે , વાત વાતમાં લડે છે, કોઈ વાર ટીવીના રિમોટ માંથી લડે છે તો ક્યારેક ફોન માટે લડી પડે છે. સગા ભાઈ બહેનની તો વાતો આપણે જાણતા જ હોઈએ છીએ કારણકે આપણે નાના હોય ત્યારથી જ સાથે રહીએ છીએ. બહેન માટે એનો ભાઈ, એક બહ...

કાલ થાય કે ના થાય. (कल हो ना हो)

Image
  કહેવાય છે કે માણસને કોઈ પણ વસ્તુની કદર ત્યારે જ થાય જ્યારે એ વસ્તુ એનાથી દુર થઈ જાય અને માણસની  પણ ત્યારે જ કિંમત સમજાય છે જ્યારે એ મૃત્યુ પામે છે. ક્યારે કોનો સમય આવી જાય અને ક્યારે જતું રહે એની કોઈ ખાતરી હોતી નથી. આપણે કોઈ જોડે વાત કરી રહ્યા હોય ત્યારે આપણને ખબર હોતી નથી કે આ કદાચ આપણી છેલ્લી વાત પણ હોય શકે. જીંદગીમાં કઈ પણ કહેવું હોય કરવું હોય એ આજે જ કરી લેવું જોઈએ. કોઈને માફ કરવું હોય કે કોઈ પાસે માફી માંગવી હોય એ આજે જ કરી લેવું જોઈએ. કોઈને કહેવું હોય કે તમે એમને કેટલો પ્રેમ કરો છો તો આજે જ કહી દો ને. આપણે આપણી જિંદગીમાં કઈ પણ કરવા માટે એવું કહેતા હોય છી કે કાલે કરી લેશું આજે હવે આળસ થાય છે. જ્યારે કોઈ પણ સારું કામ કરવું હોય ત્યારે ક્યારેય કાલ કરશું એવું નય વિચારવાનું, કારણકે આપણને ખબર નથી હોતી કે કાલનો દિવસ કેવો હસ? આપણે કાલે ક્યાં હશું? જીવતા પણ હશું કે નહિ? કાલે એ કામ કરી શકવાની હાલતમાં હશું કે નહિ? કાલે શું થવાનું છે એની કોઈને ખબર હોતી નથી તો શા માટે આપણે વસ્તુ કાલ ઉપર છોડવી જ જોઇએ. એક વાતથી સમજીએ આ વાક્યને, એક છોકરો હતો એ સ્કૂલમાં ભણતો હતો. આપણે નાના હોય ત્યારનો પ...

live your own way

Image
  આપણે આપણી જિંદગીમાં દરેક નિણર્ય પોતાની જાતે જ લેવો જોઈએ. આપણે આપણી રીતે જ જીવવું જોઇએ. કોઈ વ્યક્તિ એમ કહે કે આમ કરો ને તેમ કરો પરંતુ આપણે કોઈનું પણ ન સાંભળીને આપણા મનનું સાંભળવું જોઈએ. પરંતુ આપણા વડીલોની સલાહ પણ માનવી જોઈએ વળી,કોઈ કહેશે કે મને તો દારૂ પીવાનું મન થાય તો હું તો મારી રીતે જ જીવીશ જેમ મને મન પડશે એમ કરીશ. આપણી રીતે જીવવું એટલે એમ નહિ કે આપણે કોઈ વ્યક્તિનું માનવું જ નહીં, કોઈક વ્યક્તિ સલાહ આપે તો એને શાંતિથી સાંભળવાની પછી એને આપણી જિંદગીમાં અપનાવી કે નય એ આપણા ઉપર હોય છે. આપણે કોઈ વ્યક્તિ જેમ કહે એમ જ ના કરવું જોઈએ કારણકે જીંદગી આપણી છે તો એને કેવી રીતે જીવવી એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઈ બીજી વ્યક્તિ આપણા જીવનના નિણર્યો લ્યે એવું ના બનવું જોઇએ કારણકે કોઈ બીજા વ્યક્તિને તમારે શું કરવું છે ?તમારી જિંદગીના શું લક્ષ્ય છે? એ બધું ખબર નથી હોતું શા માટે આપણી જિંદગીમાં કોઈ બીજું વ્યક્તિ નિર્ણયો લેવા માંડે. આપણે પોતાની જાતે જ જીવવાનું છે કોઈ બીજું કહે એમ આપણે આપણી આખી જિંદગી શા માટે વિતાવીએ? આપણી પાસે એક જ જીંદગી છે તો આપણે એને આપણા મત અનુસાર જ જીવવી જોઈએ. કોઈ વ્યક્તિ કહે ...

Popular posts from this blog

Love

Respect