Love
આપણી જિંદગીમાં રોજ કઈક નવું થતું જ હોય છે ક્યારેક ખુશી મળે એવા પ્રસંગો બને છે તો ક્યારેક દુઃખ થાય એવા પ્રસંગો બને છે. સુખ અને દુઃખ બંને આપણી જિંદગીનો એક ભાગ છે. પરંતુ આપણને હંમેશા એવા જ પ્રસંગો યાદ રહે છે જેનાથી આપણે દુઃખી થયા હોય.
આપણી જિંદગીમાં જ્યારે કોઈ દુઃખદ પ્રસંગ બને છે ત્યારે આપણને હંમેશા માટે યાદ રહી જાય છે. એ પ્રસંગ અને જેમના કારણે આપણે દુઃખી થયા હોય એ વ્યક્તિ હંમેશા માટે યાદ રહી જાય છે.
અને પછી આપણે એ વ્યક્તિને હંમેશા દોષ દેતા હોય છી. પરંતુ આપણે એવું ના કરવું જોઈએ.
અકબર બિરબલના વખતની એક વાત છે, એક વખત અકબર અને બીરબલ બંને જંગલમાં શિકાર કરવા માટે જાય છે. ત્યારે અકબરને હાથમાં કઈક વાગી જાય છે એટલે અકબર સિપાઈઓને હુકમ કરે છે કે જલ્દી જાવ અને વૈદ્યને બોલાવીને આવો મારા હાથની આંગળી કપાઇ ગઇ છે.
ત્યારે અકબર એમની પાસે આવીને કહે છે કે મહારાજ શાંત થઈ જાવ જે કંઈ થાય છે એ સારા માટે જ થાય છે, આ સાંભળીને અકબર ખૂબ ગુસ્સે થઈ જાય છે અને હુકમ કરે છે કે લઈ જાવ બીરબલને એને એને ઊંધો લટકાવી દેજો અને સવારે ફાંસી આપી દેજો.
સિપાઈઓ રાજાના હુકમનું પાલન કરે છે અને બીરબલને લઈ ગયા. પછી વૈદ્ય આવ્યાં અને અકબરની આંગળીની સારવાર કરી. પછી અકબર પાછા એકલા શિકાર પર નીકળી ગયા.
જંગલના આદિવાસીઓએ રાજાને એકલા જોઈ એમને બંદી બનાવી લીધા અને એમને ઊંધા લટકાવી દીધા, પછી બધા આદિવાસી ખુશ થઇને નૃત્ય કરવા લાગ્યા. એમનાથી એક વ્યક્તિની નજર રાજાની આંગળી પર પડી અને એને કહ્યું કે આ વ્યક્તિઓ આપણા માટે અશુભ છે આ વ્યક્તિની બલી ના ચડાવી શકાય. અને એમણ રાજા અકબરને છોડી દીધા.
અકબર દોડતા દોડતા મહેલ પાછા આવ્યા કારણકે સવાર થઈ ગઈ હતી અને પોતે બીરબલને ફાંસી આપવાનો હુકમ કર્યો હતો. બીરબલને ફાંસી આપવા માટે ફાંસીના માચડે ચડાવી દીધી હતી ત્યાં રાજા અકબર ત્યાં પહોંચી ગયા અને બિરબલના પગ પકડી લીધા અને માફી માંગવા લાગ્યા.
અકબરે બિરબલને કહ્યું કે મને માફ કરી દયો મે તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું અને જંગલમાં જે બનાવ બન્યો હતો એ કહ્યો.
પછી બીરબલે કહ્યું કે જે થાય એ સારા માટે જ થાય જો તમે મારા પર ગુસ્સો નાં કર્યો હોત અને હું તમારી સાથે શિકાર પર આવ્યો હોત તો એ લોકો મારી બલી ચડાવી દેત.
બધું એક કારણસર થાય છે. ક્યારેક તે દુખે છે. ક્યારેક તે મુશ્કેલ છે. પરંતુ અંતે તે શ્રેષ્ઠ માટે છે. ભગવાની યોજના પર વિશ્વાસ કરવાનું ક્યારેય બંધ ન કરો.
કોઈ વ્યક્તિ જોડે તમારું બ્રેકઅપ થાય કે કોઈ વ્યક્તિથી તમે દૂર થઈ જાવ આ બધી ઘટના પણ કોઈ કારણસર જ થતી હોય છે.
બધું કારણસર થતું હોય છે એટલા માટે ક્યારેય દુઃખી ન થવું જોઈએ જે કંઈ પણ થાય એને અપનાવી લેવું જોઇએ.
Comments